વાહન અકસ્માત સહાય યોજના ફોર્મ pdf download | Vahan Akasmat Sahay Yojana

ગુજરાત માર્ગ અકસ્માત પીડિત વળતર યોજના | Gujarat Vehicle Accident Aid Scheme 2024 | અકસ્માત બાદ ૪૮ કલાક સુધી મળશે મફત સારવાર જાણો કેવી રીતે

ઉદેશ્ય

આ યોજનાનો એ જ ઉદ્દેશ્ય છે કે, ગુજરાત રાજ્યમાં કોઇપણ વિસ્તારમાં થયેલ અકસ્માતમાં ઇજા પામનાર વ્યક્તિને મફત સારવાર સુવિધા પુરી પાડવી. જેમાં સરકાર દ્વારા ઇજાગ્રસ્ત વ્યક્તિને Accident ના 48 કલાક સુધીની સારવાર મફત માં પૂરી પાડવામાં આવે છે. જેથી કરીને રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાર ની સંખ્યામાં ઘટાડો કરી શકાશે અને પરિવારને વિખેરાતા બચાવી શકાશે.   

વાહન અકસ્માત સહાય યોજના માટે પાત્રતા

આ યોજનામાં ગુજરાત સરકાર દ્વારા તમામ ઇજાગ્રસ્તોની લાભ આપવામાં આવે છે. કોઈ નાણાકીય પરિસ્થિતિ, રાજ્ય કે રાષ્ટ્રીયતાને ધ્યાનમાં લીધા વગર લાભ આપવામાં આવે ગુજરાત રાજ્યની હદમાં થયેલ રોડ એક્સિડન્‍ટમાં ઇજા પામનાર તમામ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળશે. આ યોજનાનો લાભ મેળવવા માટે ઇજા પામનાર વ્યક્તિ અથવા તેના સગાંએ લાભ મેળવવા અંગેનું સંમતિપત્ર આપવાનું રહેતુ હોય છે.

વાહન અકસ્માત સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ

Vehicle Accident નો ભોગ બનનાર વ્યક્તિને હોસ્પિટલ બિલમાં સહાય આપવામાં આવે છે. જેમાં થયાના પ્રથમ 48 કલાકમાં અપાયેલ સારવાર, ઓપરેશન,વગેરે માટે થયેલ ખર્ચ પેટે સરકાર  50,000/- ની મર્યાદામાં સીધેસીધો હોસ્પિટલને ચૂકવે છે.

આ યોજનામાં ઇજાગ્રસ્ત જે હોસ્પિટલમાં દાખલ થાય છે, તે હોસ્પિટલમાં ઉપસ્થિત તમામ સહાય મેળવી શકે છે. તેમજ જો અમુક સારવાર સીટી સ્કેન, ડાયગ્નોસ્ટિક સારવાર માટે પણ સહાય આપવામાં આવે છે. તે હોસ્પિટલમાં ઉપલ્બ્ધ ના હોય તો નજીકની અન્ય હોસ્પિટલમાં ઉપલ્બ્ધ હોય તો ત્યાંથી ઇજાગ્રસ્ત આ સારવાર મેળવી શકે છે.  જેનું ચૂકવણુ દાખલ થયેલ  હોસ્પિટલે ચૂકવવાનું રહેતુ હોય છે. ગુજરાત સરકાર દ્વારા નિયત દરોમાં તેનું ચુકવણુ કરવામાં આવતુ હોય છે.

આ યોજનામાં ઇજાગ્રસ્તને રોકડમાં કોઈ સહાય ચૂકવવામાં આવતી નથી. પરંતુ સરકાર દ્વારા થયેલ ખર્ચનું ચુકવણુ સીધેસીધુ હોસ્પિટલને કરવામાં આવતું હોય છે. ઇજાગ્રસ્તે આ યોજનાનો લાભ મેળવવા માટેની પ્રક્રિયા કરવા માટે કોઇ નાણાં ચૂકવવાના રહેતાં નથી.

Vahan Akasmat Sahay Form : Download

View Below GR : Download

Comments

Popular posts from this blog

હવે જમીન માપણી કરો તમારા મોબાઈલ વડે | જમીન માપણી | જમીન માપણી એપ્લિકેશન | jamin mapani gujarat